ભાભરના વડપગ ગામે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી, ભાભરના નેતૃત્વમાં યોજાયો હતો. વડપગ PHCના મેડિકલ ઓફિસર અને આયુષ મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા.ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટનું વિતરણ એક મહત્વપૂર્ણ પગલું છે. આ કીટ દર્દીઓને યોગ્ય પોષણ પૂરું પાડી તેમની તંદુરસ્તી સુધારવામાં મદદરૂપ બનશે તેમ જણાવ્યુ