ઘાટલોડિયા: અસારવામાં કોંગ્રેસનો વિરોધ, ખડગેના નિવેદન પર માહોલ ગરમાયો
આજે ગુરુવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ અસારવામાં કોંગ્રેસના વિરોધનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં કોંગ્રેસ દ્વારા લોકોની વચ્ચે સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે સ્થાનિકોએ તેમને ખડગેના નિવેદન વાળી વાત પર ઘેરાવો કર્યો હતો.માફી માંગવાથી કશુ ના થાય તમને લાફો મારી માફી માંગી લઈએ તો ચાલે? તેવા સવાલો કરીને વિરોધ નોંધાવ્યો હતો.