થરાદ: નર્મદા કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો:થરાદના રડકા પાસે ત્રણ દિવસ બાદ મૃતદેહ તરતો દેખાયો
વાવ થરાદ જિલ્લા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થરાદના રડકા ગામ પાસે કેનાલમાં તરતો જોવા મળ્યો હતો, જેને પરિવારજનોએ બહાર કાઢ્યો હતો.માહિતી મુજબ, આ મૃતદેહ મસાભાઈ માજીરાણા (ઉંમર આશરે 60, રહેવાસી ગોલપ, વાવ અને હાલ થરાદ લખાપીર હોટલ પાછળ)નો હોવાનું જાણવા મળ્યું હતું.