અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી એશિયા પેસિફિક કોલેજમાં NSUI દ્વારા ગુરુવારે 1 વાગ્યાની આસપાસ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોલેજના ડાયરેક્ટર પર NSUIના કાર્યકર્તાઓએ 200 અને 500ની નકલી નોટો ઉછાળી વિરોધ દર્શાવ્યો હતો. પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી કોલેજ દ્વારા લેવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.