ગોધરા: આદર રાઠોડના મુવાડા ગામે કરંટ લાગવાથી ભેંસનું મૃત્યુ થવા મામલે પોલીસે જાણવાજોગ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગોધરા તાલુકાના આદર રાઠોડના મુવાડા ગામે કરંટ લાગવાથી એક ભેંસનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. ખેતી અને પશુપાલન કરતા પુનમભાઈ લક્ષ્મણભાઈ પરમારની ભેંસ ખેતરમાં બાંધેલી હતી, ત્યારે અચાનક તેની જોતડી તૂટી ગઈ હતી. આ દરમિયાન ભેંસ નજીકમાંથી પસાર થતા MGVCLના નીચે તૂટી પડેલા જીવંત અને હાઈવોલ્ટેજ વીજ વાયરના સંપર્કમાં આવી ગઈ હતી. કરંટનો જોરદાર આંચકો લાગવાના કારણે ભેંસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગત ૩ મેના રોજ બનેલી આ ઘટના અંગે પશુપાલકે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં લેખ