જ્યારે 5 ડિસેમ્બર જિલ્લાના રૂટ પર આવતા ગામો વાવડી, નવા વાઘપરા, ફુલવાડી,ભાણદરા ચોકડી, મોટી રાવલ ગામોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ભાણદરા ચોકડી ખાતે 3 કલાકે સરદાર ગાથા સભા કાર્યક્રમ યોજાશે. અને સાંજે ગરુડેશ્વર દત્ત મંદિર ખાતે સાંજે 5 કલાકે ગ્રામ સભા અને ડાયરો રજૂ કરશે. 6 ડિસેમ્બર 2025ના રોજ આ પદયાત્રા એકતા નગર થઈને યાત્રા બપોરે 12: 30 વાગ્યે સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચશે અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી, ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે.