વલસાડમાં પત્રકારોની જનરલ મિટિંગ : પ્રેસ કોન્ફરન્સમાં માત્ર માન્યતા પ્રાપ્ત પત્રકારોને જ પ્રવેશ આપવા માંગ, પોલીસવડાને રજૂઆત
વલસાડ
વલસાડ જિલ્લાના પત્રકારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તથા બિન-પત્રકાર વ્યક્તિઓની હાજરીને લઈને ઉઠી રહેલી ચિંતાના મુદ્દે જિલ્લાના પત્રકારોએ જનરલ મિટિંગ યોજી મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે પ્રેસ કોન્ફરન્સનો હેતુ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓને અધિકૃત માહિતી પહોંચાડવાનો હોવાથી તેમાં માત્ર પત્રકારોને જ આમંત્રણ આપવામાં આવે.
આ મુદ્દે જિલ્લાના પત્રકારોના પ્રતિનિધિમંડળે વલસાડ જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન જણાવાયું કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ફ્લુએન્સર્સ અથવા બિન-પત્રકાર વ્યક્તિઓની હાજરી જોવા મળી રહી છે, જેના કારણે પ્રેસ કોન્ફરન્સની �
Valsad, Valsad | Jul 17, 2026