ગોધરા: ગોધરામાં કનેલાવ તળાવના કુવામાં પડી જવાથી ૧૭ વર્ષીય સગીરમાં મૃત્યુ મામલે પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે.
ગોધરાના રેલ્વે સ્ટેશન રોડ પર નીલમ લોજ પાસે રહેતા ૧૭ વર્ષીય સગીર મિહીરકુમાર પીયુષભાઈ પટેલનું કનેલાવ તળાવના કુવામાં પડી જવાથી રહસ્યમય સંજોગોમાં કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ૨૭ જૂનથી ૨૮ જૂનના સવારના સમયગાળા દરમિયાન બની હોવાનું અનુમાન છે. કુવામાં પડી જવાથી સગીરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ દુખદ બનાવ અંગે મૃતકના માતા શકુન્તલાબેન પટેલે ગોધરા શહેર "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે એડી નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.