તારાપુર: ખાનપુરની પરિણીતા-બે સંતાનોના ભરણપોષણ પેટે માસિક 4 હજાર ચુકવવા પતિ-સાસરીપક્ષને તારાપુર કોર્ટનો આદેશ
Tarapur, Anand | Jun 15, 2026 તારાપુરના ખાનપુર ગામની પરિણીતાને પતિ તેમજ સાસરી પક્ષના સભ્યોએ ઘરકામ, દહેજબાબતે ત્રાસ ગુજરીને બે સંતાનો સાથે કાઢી મુકતા ઓશીયાળુ જીવન જીવતી પરણીતાને તારાપુરની કોર્ટે પતિ તેમજ સાસરી પક્ષના સભ્યોને 4 હજાર માસિક ભરણપોષણ ચુકવવા હુકમ કર્યો હતો.સાથે સાથે કોઈપણ પ્રકારની ઘરેલું હિંસા, શારીરિક ત્રાસ, માનસિક ત્રાસ, ધમકી, અપમાન, દબાણ કે હેરાનગતિ ન કરવી, સાથે સાથે માનસિક અને ભાવનાત્મક આઘાતના ભાગરૂપે વળતર પેટે 10 હજાર 60 દિવસની અંદર ચુકવી આપવાનો હુકમ કર્યો છે.