વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં ગઇ સાંજે બસસ્ટેન્ડ નજીક બનેલા માર્ગ અકસ્માતમાં ડાભલા ગામના 29 વર્ષીય વિજયજી રમશેજી ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ સુઝુકી કેરી કંપનીના છોટા હાથીનો ચાલક ફરાર થઈ ગયો હોવાને પગલે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. પોલીસે આજરોજ શુક્રવારે બપોરે બે કલાકે ફરાર છોટા હાથી ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.