મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા સંતરામપુર તાલુકાના નાનીરેલ ગામે તા.2 માર્ચ નવી એસ.ટી. બસ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.નવી શરૂ થયેલી બસ સેવા સવારે 7:35 કલાકે સંતરામપુરથી પ્રસ્થાન કરી નાનીરેલ માર્ગે સવારે 8:05 કલાકે મોરા પહોંચશે. આ સેવા ગ્રામજનો માટે અનુકૂળ સમયસરની પરિવહન વ્યવસ્થા પૂરું પાડશે, જેના કારણે વિદ્યાર્થીઓ, કામદારો અને વેપારીઓને રોજિંદી આવન-જાવનમાં મોટી રાહત મળશે