ભાવનગર શહેર: સણોસરા ગામે જૂની અદાવતે નોંઘણવદર ગામે રહેતા યુવક પર હુમલો કરાવતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Jun 20, 2026
ભાવનગર જિલ્લાના સણોસરા ગામે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો, નોંઘણવદર ગામે રહેતો યુવક ખરીદી માટે સણોસરા ખાતે આવ્યો હતો, જ્યાં શખ્સ દ્વારા જૂની અદાવતની દાઝ રાખી મારમાંરી હુમલો કરાયો, મહાવીર નામના યુવક પર હુમલો કરાતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે પ્રથમ સિહોર અને ત્યાર બાદ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખાસેડાયો, બનાવની જાણ થતા યુવકના પરિવારજનો અને પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, પોલીસ દ્વારા ઘટના અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી...