હાંસોટ તાલુકાના રાયમા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેને ઇજાઓ પહોંચી હતી.હાંસોટ તાલુકાના એક ગામના વ્યક્તિ રાયમા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેને ઇજાઓ પહોંચી હતી.ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.