અંકલેશ્વર: પી.પી.સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને નજીવા મુદ્દે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મરાતા GIDC પોલીસ મથકે રજૂઆત કરી
અંકલેશ્વરના કોસમડી ગામની સરગમ રેસિડેન્સીમાં રહેતા કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલ ભાજપના આગેવાન ફતેસિંહ વસાવાના પુત્ર તનુજ વસાવા સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.જેને ગતરોજ અન્ય સમાજના કેટલાક માથાભેર વિદ્યાર્થીઓએ ગાડી ઉપર વસાવા લખેલ નંબર પ્લેટ કાઢી નાખવા દબાણ કરી અને જાતિવિષયક ભેદભાવ રાખી માર માર્યો હોવાનો પરિવાજનો અને આદિવાસી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.