ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવાસ યોજનાના મકાનમાં મારામારીની ઘટના બની હતી. ચિત્રા ફુલસર વિસ્તારમાં રહેતા એક મહિલાના પરિવારજનો સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હોય જે અંગે કેટલાક શખ્સો દ્વારા ઢીંકા પાટુનો મૂંડમાર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ બોર તળાવ પોલીસમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી 4 શખ્સોને ઝડપી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.