કડી: કડી તાલુકાના જેસંગપુરા ગામની સીમમાં આવેલ શ્રેયા ફાર્મમાં વાયરીંગનું કામ કરતા દેલ્લા ગામ ના યુવકનું કરંટ લાગતા કરુણ મોત
Kadi, Mahesana | Sep 15, 2025 કડી તાલુકાના જેસંગપુરા ગામની સીમમા એક દુઃખદ ઘટના સામે આવી હતી.જેમાં રવિવાર ના રોજ એક યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજ્યું હતું.કડી તાલુકાનાં દેલ્લા ગામનો યુવક ફાર્મ હાઉસ ની અંદર વાયરીંગ નું કામ કરી રહ્યો હતો.તે દરમિયાન કરંટ આવતા તેનું મોત થયું હતું જ્યાં યુવકનું મોત થતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.દેલ્લા ગામના શરીફ ખાન પઠાન જેસંગપુરા ગામની સીમમાં આવેલા શ્રેયા ફાર્મમાં વાયરમેનની નોકરી કરતો હતો. બાવલું પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.