વાલિયા તાલુકાના પેટીયા ગામની સીમમાં રેઝોન સોલાર પાર્ક આવેલ છે.જે સોલાર પાર્કને ગત તારીખ-8મી ઓકટોબર થી 29 ઓક્ટોબર દરમિયાન તસ્કરોએ સોલાર પાર્કને નિશાન બનાવ્યો હતો.અને ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ કરી 7240 મીટર ડી.સી.કેબલ મળી કુલ 2.67 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.કેબલ ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.