ભુજ: ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ: ટિકિટ વાંચ્છુઓનો ભારે ધસારો
Bhuj, Kutch | Apr 3, 2026 ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ: ટિકિટ વાંચ્છુઓનો ભારે ધસારો કચ્છમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે આજે ભુજ, અંજાર અને ગાંધીધામ નગરપાલિકા માટે મુરતિયાઓ નક્કી કરવામાં આવશે. પ્રથમ દિવસે જ 669 કાર્યકરોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. આજે ગાંધીધામમાં નિરીક્ષકો દ્વારા કાર્યકરોની રજૂઆતો સાંભળી ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવશે.