ભાવનગર શહેર: કુંભારવાડા નારી રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
આજે તરીખ 10 એપ્રિલના રોજ બપોરના 12.30 કલાક ના અરસામાં ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર ડમ્પર ચાલકે બેફિકરાઈથી વાહન હંકારતા બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.