લખપત: ભારત દેશ પહેલી વાર વિશ્વના સૌથી મોટા મૂન અને માર્સ એનાલોગ મિશનમાં સહભાગી, લૈયારીમાં સંશોધન
Lakhpat, Kutch | Oct 15, 2025 ભારત દેશ પહેલી વાર વિશ્વના સૌથી મોટા મૂન અને માર્સ એનાલોગ મિશનમાં ભાગ લઇ રહ્યું છે, જેમાં કચ્છના નખત્રાણા નજીક આવેલ લૈયારી વિસ્તારમાં મંગળ જેવું હેમટાઇટ ધરાવતા ગોળાકાર કૉન્ક્રેશન નજીક આ મિશન આજથી શરુ થઇ રહ્યું છે. સીધો મતલબ કે ભવિષ્યના ચંદ્ર કે મંગળના મિશનમાં જે ડેટા એનાલિસિસ થશે, તે ભારતમાં કચ્છની ધરતી પરનું પૃથ્થકરણ પાયાનો પથ્થર સાબિત થશે.