પાદરા: પાદરા ખાતે ભાજપનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં દરેક વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો માટે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે પાદરા વિધાનસભા ક્ષેત્રમાં પણ ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ તથા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તથા સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું નેતૃત્વ પાદરા ના લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.