વઢવાણ: સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ભવ્ય ‘સ્વચ્છોત્સવ’નું આયોજન
સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્વચ્છ ગુજરાતના નિર્માણના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.