ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પથરાવ મામલે નગરપાલિકા પૂર્વકાઉન્સિલરની જામીન અરજી નામંજુર
ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા કેસમાં પૂર્વ નગરપાલિકા કાઉન્સિલર જાબીર તૈયબ રસીદભાઈની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર થઈ છે. 17 સપ્ટેમ્બર 2025ના સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ વીડિયો વાયરલ થતાં પરિસ્થિતિ તંગ બની હતી. ત્યારબાદ આશરે 300-400 લોકોના ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી તોડફોડ, આગજણી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. તપાસમાં હુમલો પૂર્વનિયોજિત હોવાનું સામે આવ્યું.