વિરમગામ: વિરમગામમાં કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કર્યો
વિરમગામમાં કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કર્યો: રેલી દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડડ્યું વિરમગામ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને પેપરકૌભાંડ સહિતના મુદ્દે સાત તારીખના 11 વાગ્યાની આસપાસ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ રેલી સરદાર પટેલ ચોકથી શરૂ થઈ તાલુકા સેવા સદન સુધી પહોંચી હતી, જેમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે કાર્યકરો જોડાયા હતા.