ચલથાણ રેલવે ફાટક, ચલથાણ કિમી ૧૧/૧૬-૧૮ નજીક આવેલ એલસી/૧૩ ખાતે તાત્કાલિક રોડ રિપેર તથા રેલ્વે જાળવણી કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી આ ફાટક આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે. તારીખ ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી તારીખ ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી કુલ ત્રણ દિવસ માટે આ રેલવે ફાટક વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.આ દરમિયાન સામાન્ય જનતા તથા વાહનચાલકોને વાંકાનેડા ફટકનો ઉપયોગ કરવા જણાવ્યું છે.