ભુજ: પશ્ચિમ કચ્છમાંથી 88.84 લાખની વીજચોરી ઝડપાઇ
Bhuj, Kutch | May 9, 2026 પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે હાથ ધરેલી વિશેષ ચેકિંગ ઝુંબેશમાં પશ્ચિમ કચ્છના અલગ-અલગ વિસ્તારમાંથી 88.84 લાખની વીજચોરી ઝડપી પાડી હતી. પીજીવીસીએલની 24 ચેકિંગ ટીમો દ્વારા 4થી 8 મે દરમિયાન વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમો દ્વારા ભુજ શહેર અને ગ્રામ્ય, માંડવી શહેર અને ગ્રામ્ય, ભુજોડી, કુકમા, નખત્રાણા, મુંદરા, ગુંદાલા, ખાવડા સહિતના વિસ્તારમાં 2226 જોડાણો ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 180 જોડાણમાં ગેરરીતિ પકડાતાં કુલ 88.84 લાખની વીજ