રાજુલા: રાજુલા નજીક જાપોદર ગામે ટ્રક ખાઈ ગયો પલટી:ડમ્પરથી બચવા ડ્રાઇવરે ખાડામાં ઉતાર્યું
Rajula, Amreli | Dec 1, 2025 રાજુલા નજીક જાપોદર ગામ પાસે વિશ્વાસ પેટ્રોલ પંપ સામે એક ટ્રક પલટી મારી ગયો. ટ્રક રાજુલાથી સાવરકુંડલા જઈ રહ્યો હતો ત્યારે સામેથી જોરદાર ઝડપે આવી રહેલા ડમ્પરથી બચવા ડ્રાઇવરે વાહન ખાડામાં ઉતારી દીધું. ટ્રક પલટી ગયા છતાં ડ્રાઇવરને કોઈ ઈજા થઈ નથી, પરંતુ વાહનમાં નુકસાન થયું છે.