વડગામ: ધનપુરા ગામે અનાજ દળવાની ઘંટી આગળ પાર્ક કરેલું બાઇક ચોરાતા વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
વડગામના ધનપુરા ગામેથી બાઈક ચોરાયું વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધનપુરા ગામના પ્રકાશભાઈ કાન્તીભાઈ તરાલ 24 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 11.30 વાગ્યાના સુમારે પોતાનું બાઇક નંબર જીજે-08-સીબી-8884 ધનપુરા ગામની અનાજ દળવાની ઘંટી આગળ પાર્ક કરી અંદર ગયા હતા. કામ પતાવીને પાંચ મિનિટ બાદ પરત આવીને જોતા પાર્ક કરેલી જગ્યાએ બાઈક જોવા મળ્યું ન હતું. પ્રકાશભાઈ કાન્તીભાઈ તરાલે આજુબાજુ શોધખોળ કરવા છતાં બાઈક ના મળતા બાઈક ચાલકે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી