ઘાટલોડિયા: સેટેલાઈટ વિસ્તારમાં આરસીસી રોડ બેસી જતા ગાડી ખાડામાં ખાબકી
સેટેલાઈટ વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ એક ગંભીર ઘટના સામે આવી છે.જ્યાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પાસે આખેઆખો RCC રોડ બેસી ગયો છે. બાંધકામ સાઇટના બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ તૂટી પડતાં આસપાસનો રસ્તો ધસી પડ્યો હતો. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે રસ્તાની સાઇડમાં બેરિકેટ કરેલા પતરાની પાસે પાર્ક કરેલી એક કાર સીધી ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. બિલ્ડરની આ ઘોર બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.