પોરબંદર જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.પોરબંદર જીલ્લામાં સવારે 6 વાગ્યા થી 12 વાગ્યા સુધીમાં પોરબંદર તાલુકામાં 53 મી.મી અને રાણાવાવ તાલુકામાં 59 મી.મી અને કુતિયાણા તાલુકામાં 6 મી.મી.વરસાદ નોંધાયો હતો.પોરબંદરના બરડા પંથકના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.