ગોધરા: ગોધરા તાલુકાના ટિમ્બા ગામે મંડપના મુદ્દે થયેલા ઝઘડાને લઈને અન્ય પક્ષ ધ્વારા પણ પોલીસમથકેફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટિમ્બા ગામે મંડપની સામગ્રીને લઈને થયેલો વિવાદ મારામારીમાં ફેરવાયો. ટ્રકનું વ્હીલ મંડપના એંગલ પર ચડતા અજયભાઈ બારીયાએ રાજેશભાઈને અપશબ્દો કહ્યા. મામલો ઉગ્ર બનતા અજયભાઈ અને અન્યોએ લાકડીઓથી જયેશભાઈ, તેમના પિતા અને પત્ની પર હુમલો કર્યો, જેમાં ત્રણેયને ઇજા પહોંચી. આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ ભાગી ગયા અને ધમકી આપી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. કાંકણપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.