ભાવનગર શહેર: કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇસ્કોન મેગાસિટી ખાતે પોતાનું મતદાન કર્યું, લોકોને મતદાન કરવા અનુરોધ કર્યો
Bhavnagar City, Bhavnagar | Apr 26, 2026
ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઇસ્કોન મેગાસિટી ખાતે પોતાનું મતદાન કર્યું હતું. કેબિનેટ કૃષિ મંત્રીએ ઢોલ નગારા સાથે પોતાના પરિવારને સાથે લઈ મતદાન કરવા મથક પર પહોંચ્યા હતા. અને પરિવાર તેમજ આજુબાજુના લોકોને સાથે રાખી જીતુભાઈ વાઘાણીએ પોતાનો મતદાન કરી ફરજ પૂરી કરી હતી. સાથે જ લોકોને પણ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.