ખંભાત: મીતલી ગામે વણકર સમાજના સ્મશાનમાં જવા આખરે નળ નાખી માર્ગ બનાવાયો
Khambhat, Anand | Oct 15, 2025 મીતલી ગામે કાંસ અને કાદવમાંથી પસાર થઈ પોતાના સગાને દફનાવવા માટે સ્થાનિકોને જવુ પડતું હતું.વરસાદી ઋતુમાં તો આ સ્થળે નર્ક જેવી સ્થિતિ જોવા મળતી હતી. જેને કારણે વણકર સમાજના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.જે અંગે પબ્લિક ન્યુઝમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે વાતની તંત્રએ નોંધ લીધી હતી.જ્યાં વર્ષોથી દફનવિધિ કરવામાં આવતી હતી તે સ્મશાનની સફાઈ કરાઈ હતી. અને તાત્કાલિક ધોરણે ચાર જેટલાં નાળા નાંખી રસ્તો બનાવવામાં આવ્યો હતો.