ભાવનગર શહેર: ભરતનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો અંગે લોકોએ મનપા કચેરી ખાતે રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jul 6, 2026
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારના હાઉસિંગ બોર્ડના મકાન ધારકો દ્વારા કમિશનર સમક્ષ રજુઆત કરાઈ, ભરતનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરીત હોવાથી રીડેવલપમેન્ટ માટે ખાલી કરવા સૂચના અપાઈ, મકાન ધારકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે પહોંચ્યા, લોકોએ મ્યુન્સિપલ કમિશનરને ઘેરી લીધા અને મકાન મામલે ઉગ્ર રજુઆત કરી હતી.