નડિયાદ: દ્રીશતાબ્દી મહોત્સવ દરમિયાન વડતાલ મંદિરે રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યુ, 3,000 થી વધુ NRI ભક્તો ઉત્સવમાં પહોચ્યા
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શતાબ્દી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બુધવારે દેવ દિવાળી અને એમાં પણ દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન વડતાલ મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. મહત્વનું છે કે આ ઉત્સવમાં વિદેશમાંથી 3,000 થી વધુ એનઆરઆઈ ભક્તો વડતાલ ધામ ખાતે ઉમટી પડ્યા છે.