ગોધરા: મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન મોકડ્રીલ યોજાઈ
ચોમાસાની આગામી ઋતુને ધ્યાને રાખીને વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની તૈયારીઓની સમીક્ષા કરવાના ભાગરૂપે આજરોજ ગોધરા ખાતે એક વિશેષ પ્રિ-મોન્સૂન મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીશ્રી, ગોધરાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલમાં ગોધરા મામલતદાર કચેરી (શહેર અને ગ્રામ્ય) તેમજ ગોધરા નગરપાલિકાની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે પૂર જેવી આ