તાલાળા: તાલાલામાં એસીબીનું મોટું ઓપરેશન: તલાટી સહિત 3 લાંચિયા ઝડપાયા
ગીર સોમનાથના તાલાલામાં બેંક લોનના દસ્તાવેજો આપવા બદલ 8,000 રૂપિયાની લાંચ લેતા સુરવા ગામના તલાટી ધવલકુમાર ચાવડા, દીલીપ રામ અને કપિલ રામને એસીબીએ રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીએ માધવ કોમ્પલેક્ષમાં છટકું ગોઠવી ત્રણેયને લાંચની રકમ સાથે પકડી પાડ્યા છે.