મહુવા: બાંભણીયા ગામે દીપડાનો હુમલો: 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત
મહુવા તાલુકાના બાંભણીયા ગામમાં સાંજના સમયે એક દુઃખદ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નિત્ય પ્રવીણભાઈ ગોડલીયા (ઉંમર 10 વર્ષ) પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી વાડીમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક દીપડાએ બાળક પર હુમલો કરી તેને ઉપાડી ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ બાળક દીપડાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનો બાળકને તાત્કાલિક સારવાર