સોજીત્રા: પીપળાવ અને ત્રંબોવાડ ગામે વિકાસ રથ આવી જતા સ્વાગત કરાયું, ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Sojitra, Anand | Oct 12, 2025 વિકાસ સપ્તાહ અંતર્ગત સોજીત્રા તાલુકાના પીપળાવ અને ત્રંબોવડ ગામે વિકાસ રથનું કરાયું ભવ્ય સ્વાગત કરાયું હતું.આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહનો વિકાસ રથ પરિભ્રમણ કરી રહ્યો છે. આજે વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસે, રવિવારના દિવસે સોજીત્રા તાલુકાના વિવિધ ગામો ખાતે વિકાસ રથ પરિભ્રમણ કરીને આવી પહોંચતા પીપળાવ ગામે સ્વાગત કરાયું હતું.