અમીરગઢ: અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના યુવકોને જાતિના દાખલા અંગે પડતી મુશ્કેલીઓને લઈ અને સમાજના આગેવાનનો વિડીયો વાયરલ થયો
અમીરગઢ તાલુકામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવકોને જાતિના દાખલાઓ અંગે મુશ્કેલી પડી રહી છે ત્યારે આજે રવિવારે પાંચ કલાકે અમીરગઢના આદિવાસી સમાજના આગેવાન ઈશ્વર ડામોર નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેઓ સરકાર સામે લડવા માટેનું સમાજના યુવકોને આહવાન કરી રહ્યા હતા.