રાપર: ઘરફોડ ચોરી કરતી ગેંગના બે આરોપીઓને પૂર્વ કચ્છ lcb એ ઝડપ્યા બાદ રાપર પોલીસે ગેંગના બે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું
Rapar, Kutch | Oct 8, 2025 પુર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાંચએ રાજ્યભરમાં ચોરી કરતી કુખ્યાત ચડી બનીયાનધારી ગબી ગેંગના બે આરોપીઓને પકડી પાડયા હતા.પુર્વ કચ્છ પોલીસના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા 10 ચોરીનો લગે ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.આરોપીઓને રાપર શહેરના ચોરીના વિવિધ સ્થળોએ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.રાપર પોલીસ સ્ટાફે દેના બેંક ચોક, એસટી રોડ, અયોધ્યાપુરી અને બંધ મકાનોમાં જ્યાં ચોરી કરી હતી, તે તમામ સ્થળો પર આરોપીઓને લઈ જઈ ચોરી કર્યા બાબતનો ઘટનાક્રમ જાણયો