જાફરાબાદ: જાફરાબાદના કડિયાળી ગામમાં તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
જાફરાબાદના કડિયાળી ગામમાં બે દિવસથી ગુમ થયેલા 20 વર્ષીય યુવકનો મૃતદેહ ગામના સ્થાનિક તળાવમાંથી મળી આવ્યો છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.