ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે પ્રાકૃતિક કૃષિ અભ્યાસ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી નું અનોખું ઉદાહરણ રજૂ કર્યું હતું દેથલી ગામના વાડી કુવા ફળિયા ખાતે પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ સોલંકીના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની રાજ્યપાલ દ્વારા વહેલી સવારે મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે તેઓએ ખેડૂતો અને પશુપાલકો તથા ફાર્મર માસ્ટર ટ્રેનરો સાથે સંવાદ પણ કર્યો હતો.