ઘી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓને કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના મેનેજીંગ ડિરેકટર પ્રવિણસિંહ રણા દ્વારા આચાર્ય પરેશ પટેલ,ક્રેડિટ સોસાયટીના વાલિયા તાલુકાના બોર્ડ ઓફ ડિરેકટર હરેન્દ્રસિંહ દીહેણીયાના માર્ગદર્શન હેઠળ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે શિક્ષક સભાસદો માટે વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જે કેમ્પનો 66 જેટલા શિક્ષક સભાસદોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.