કડી: નવરાત્રી ની આઠમના રાત્રે કડી તાલુકાના ઘુમાસણ ગામે થયેલ આધેડની હત્યાના આરોપીઓને નંદાસણ પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા
Kadi, Mahesana | Oct 3, 2025 ગઈ તારીખ 29 સપ્ટેમ્બર ના રોજ નવરાત્રીની આઠમના દિવસે સાંજે ઘુમાસણ ગામે પિતા પુત્રોએ મળી સગા ભાઈ ની છરી ના ઘા મારી હત્યાં કરી દીધી હતી.આ સમગ્ર મામલે નંદાસણ પોલીસે પિતા તેમજ બે પુત્રો મળી ત્રણ સામે ફરિયાદ નોંધી હતી.હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જો કે ગણતરીના કલાકો માં જ નંદાસણ પોલીસે પિતા અને બે પુત્રો ને ઝડપી પાડ્યા હતા અને જે હવાલે કર્યા હતા. બે ભાઈઓ વચ્ચે સમાધાન બાબતે વાતચીતમાં ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી.