બાબરા તાલુકાના ખંભાળા ગામમાં 27 વર્ષની પરિણીતા દયાબેન દ્વારા અજાણ્યા કારણસર ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ થતા બાબરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. આત્મહત્યાના કારણ અંગે વધુ તપાસ ચાલુ છે.