અમદાવાદ શહેર: CG રોડ પર તંત્ર દ્વારા પેડેસ્ટ્રિયન ટ્રાફિક સિગ્નલ લગાવાયું
અમદાવાદમાં રાહદારીઓની સુરક્ષા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. એસ્ટેટ-ટ્રાફિક વિભાગ દ્વારા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે શહેરનું પ્રથમ ‘પેડેસ્ટ્રિયન ટ્રાફિક સિગ્નલ’ શરૂ કરાયું છે. જેમાં રાહદારીઓ પોતે બટન દબાવીને વાહનો માટે રેડ સિગ્નલ કરી શકશે, જેથી તેઓ ભય વગર સરળતાથી રોડ ક્રોસ કરી શકશે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા બાદ તેને અન્ય વિસ્તારોમાં પણ અમલમાં મૂકાશે.