બારડોલી: બારડોલીના આફવા ગામેથી ફ્રેન્ડસ ઓફ એનિમલની ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપ્યો
Bardoli, Surat | Oct 31, 2025 બારડોલી તાલુકામાં કેદારેશ્વર મંદિરની સામે, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ગેરેજ પાસે રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ એક રાહદારીએ મહાકાય અજગરને જતો જોયો હતો. રાહદારીએ તુરંત ગેરેજના વૉચમેનને જાણ કરી, જેણે આફવા ગામના જાગૃત નાગરિક ભાવેશભાઈ પટેલને ટેલિફોનિક જાણ કરી હતી. ભાવેશભાઈ પટેલે ફ્રેન્ડ્સ ઑફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને માહિતી આપી. જતીન રાઠોડે ટીમના સભ્ય અમિત ગામિતને ઘટનાસ્થળે મોકલ્યા. ટીમે એકથી દોઢ કલાકની શોધખોળ બાદ ઝડપી લીધ