ગોધરા: પંચમહાલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું
ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે નિમિત્તે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરામાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રગ્સના દૂષણ સામે યુવાધનને જાગૃત કરવાના હેતુથી યોજાયેલી આ રેલીને પોલીસ અધિક્ષક બી. એલ. દેસાઈએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ રેલીમાં SOG, LCB, ટ્રાફિક વિભાગ અને NCC કેડેટ્સ હાથમાં ડ્રગ્સ વિરોધી સૂત્રો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. 'ડ્રગ્સને ના કહો, જિંદગીને હા કહો'ના સંદેશા સાથે શહેરના મુખ્ય માર્