હાલોલ: હાલોલ શહેરમાં તસ્કરોનો તરખાટ,10 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોના-ચાંદીના દાગીના તફડાવી ફરાર,તસ્કરો CCTV માં કેદ
હાલોલ શહેરમાં ફરી એકવાર તસ્કરોએ નગરજનોની ઊંઘ હરામ કરી છે. કણજરી રોડ ઉપર મધ્યરાત્રી બાદ બેફામ ફરી રહેલા ઘરફોડીયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.તસ્કરોએ શેરોનપાર્ક સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ દસ લાખ રૂપિયાથી વધુ કિંમતના સોના-ચાંદીના દાગીના તફડાવી તેઓ ફરાર થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી આવ્યું છે.બહારગામ ગયેલા મકાનમાલિકે ઘટનાની જાણ પોલીસ મથકમા જાણ કરતા પોલીસે CCTV ના આધારે સ્થળ તપાસ હાથ ધરી છે